Diamond

*છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી*

*છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો*.

*સાંજે જે ગલ્લો આવે* *એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા*
*શાકવાળા*,
*દૂધવાળાના*
*હિસાબ ચૂકવી દેતા*

" *બાપા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું*,

" *આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો*?

*ચોપડા વગર તમને કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે* ? "

" *જો બેટા,*

*હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો* *આજે તારો ભાઈ ડૉક્ટર છે*.
*તારી બહેન વકીલાત કરે છે ને તું ચર્ાટર્ડ એકાઉન્ટન્ટ થયો*...."

" *આજે આપણી પાસે મોટર છે*
*રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ છે*
*બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે*
*એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર*.

*જે આવે તે નફો*"

*મનુષ્ય* .... !

*જ્યારે પૈસો ન હોય*
*ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય*

*જ્યારે પૈસો હોય*
*ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય*

*જ્યારે પૈસો ન હોય*
*ત્યારે બાઈસિકલ ચલાવે*

*જ્યારે પૈસો હોય*
*ત્યારે તેવી જ બાઈસિકલ જીમમાં જઈને ચલાવે*

*જ્યારે પૈસો ન હોય*,
*ત્યારે રોજી કમાવા પગે ચાલે*

*જ્યારે પૈસો હોય*
*ત્યારે ચરબી બાળવા પગે ચાલે*

*વિચિત્ર મનુષ્ય* !
*પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી*!

*જ્યારે પૈસો ન હોય*
*ત્યારે લગ્ન કરવા ઈચ્છે*

*જ્યારે પૈસો હોય*,
*ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે*

*જ્યારે પૈસો ન હોય*
*ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે*

જ્યારે પૈસો હોય
 ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે *(અમુક લોકો માટે)*

*જ્યારે પૈસો ન હોય*
*ત્યારે પૈસાવાળાની જેમ વર્તે*

*જ્યારે પૈસો હોય*
*ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે*.

*વિચિત્ર મનુષ્ય*! 

*કયારેય સાદું સત્ય નહીં બોલે*

*કહેશે કે શેરબજાર ખરાબ છે*   *પણ તોય સટ્ટો ચાલુ રાખે*

*કહેશે કે પૈસો અનિષ્ટ છે*,
*પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે*

*કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે*
*પણ તેની અપેક્ષા છોડે નહીં*

*વિચિત્ર મનુષ્ય* !
*જે કહે તે માને નહીં*
*અને જે માનતો હોય તે કહે નહીં*.!!

-----------

🙏🌹😊🙏🌹😊🙏🌹😊

Comments

Popular posts from this blog

The Best Yoga Techniques Is Not To Contemplate But Concentrate

I Must Thank Yoga If I Ever Do Win A Grammy

There S Help For Asthma In Yoga